મેડિકલ અને એન્જીનીયરીંગ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ


coaching

  • વિહંગાવલોકન | આદિજાતિના ઘોરણ-12 પછી મેડિકલ અને ઇજનેર વિધાશાખાના અભ્યાસક્રમોમાં કારર્કિદી ધડત્તર માટે પ્રયાસ કરે છે. પરંતુ અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં મેડીકલ તથા ઇજનેરી શાખાઓના પ્રવેશ પરીક્ષા માટેની જાણકારી, માર્ગદર્શન અને કોચિંગના પુરતી સગવડ ન હોવાથી વિધાર્થીઓ ઇચ્છીત પરીણામ મેળવી શકતા નથી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ વિસ્તારોમાં વર્ષ ૨૦૧૩-૧૪ થી આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને ઇજનેરી શાખાની પ્રવેશ પરીક્ષાઓ જેમ કે NEET, GUJCET અને JEE અંગેના કોચિંગ માટેના વિના મુલ્યે વર્ગો શરૂ કરવામાં આવેલ. અત્યાર સુધીમાં કુલ મેડીકલ માટે ૧૭૦૪૬ અને એન્જીનીયીરીંગ માટે ૭૪૨૭ આદિજાતિ વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવેલ છે.
  • ઉદ્દેશ | તબીબી અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બહેતર તક ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ | ૨૦૧૩-૨૦૧૪
  • ભાગીદાર સંસ્થા |

    ક્રમ

    ઝોન

    એજન્સીનું નામ

    કોચિંગ

    નોર્થ

    ધ પીપલ્સ હુમન સોસાયટી

    નીટ (મેડીકલ)

    નોર્થ

    ચાણક્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

    જે.ઈ.ઈ (એન્જીનીયીરીંગ)

    સેન્ટ્રલ

    દીવ્યામ એજ્યુકેશન ટ્રસ્ટ

    નીટ (મેડીકલ)- જે.ઈ.ઈ (એન્જીનીયીરીંગ)

    સાઉથ

    શ્રી ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ

    નીટ (મેડીકલ)

    સાઉથ

    વિધ્યાદીપ ચેરીટેબલ ટ્રસ્ટ

    જે.ઈ.ઈ (એન્જીનીયીરીંગ)

  • ભૌગોલિક ભૂમિભાગ | ૧૪ આદિવાસી જિલ્લાઓમાં આવેલા ૧૨૯ કેન્દ્રો
  • અપેક્ષિત લાભાર્થીઓ | તબીબી શિક્ષણ તથા ઈજનેર શિક્ષણમાં પ્રવેશ માટે રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેની પાત્રતા | અનુસુચિત જનજાતિના ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.
  • યોજના નીચે મળતા લાભ | NEET, GUJCET અને JEE અંગેના કોચિંગ માટેના વિના મુલ્યે વર્ગો શરૂ કરવામાં આવેલ. આ કોચિંગ પ્રોગ્રામ હેઠળ આદિજાતિના જિલ્લાઓના અંતરીયળ વિસ્તારમાં કોચિંગ સેન્ટર શરુ કરી નિષ્ણાંત શિક્ષકો, કોચિંગ મટેરીયલ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ વગેરે વિધાર્થીઓને પુરૂ પાડવામાં આવેલ.
  • મુખ્ય સિધ્ધિ | ૨૦૧૯-૨૦ દરમિયાન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે NEET ના ૫૫૨૮ વિદ્યાર્થીઓ અને JEE/GUJCET ના ૧૪૩૮ વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવેલ અને વિધાર્થીઓ દ્વારા પ્રવેશ પરીક્ષા આપેલ હતી. જે પૈકી મેડીકલ શાખા માટે (નીટ) ૬૧૮ વિદ્યાર્થીઓ ક્વોલોફાઈ અને ઈજનેરી શાખામાં (જેઈઈ) ૪૧૯ વિદ્યાર્થીઓ ક્વોલોફાઈ થયેલ છે.

Latest Updates