Frequently Asked Question


  • કૃષિની ઉત્‍પાદકતા વધારી રોજગારીની વધુ તકો ઉભી કરવી.
  • પશુપાલન અને ડેરી ઉધોગ તેમજ કૃષિ આધારિત ઔધોગિક પ્રવૃતિઓ વધારવી.
  • આદિવાસી યુવાનોને ગુણવત્તાવાળી તાલીમ ઉપલબ્‍ધ કરાવવી.
  • આધુનિક વૈજ્ઞાનિક અને તકનીબી કુશળતા વધારવા નવતર રોજગારીમાં આદિવાસી યુવાનોને જોડવા.
  • એવા આદિવાસી કુટુંબો કે જેની મુખ્‍ય વ્‍યકિત તરીકે મહિલા હોય તેવા કુટુંબોને આદિવાસી કલ્‍યાણ યોજનાઓમાં પ્રાથમિકતા આપવી.

તાલુકામાં વિજ્ઞાનપ્રવાહની ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ ખોલવી.

  • પસંદ કરેલા ૧૦૦૦ આદિવાસી વિધાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિધાલયમાં પ્રવેશ મળે અને સર્વશ્રેષ્‍ઠ શિક્ષણ પ્રાપ્‍ત કરે તે માટે આયોજન કરવું અને આદિજાતિના વિધાર્થીઓ માટે ટેલેન્‍ટપૂલનું નિર્માણ કરવું.
  • આદિજાતિ તાલુકામાં નવોદય અથવા એકલવ્‍ય જેવી નિવાસી શાળા ખોલવી અને શહેરોની શ્રેષ્‍ટ શાળાઓ જેવી ગુણવત્તાસભર બનાવવી.
  • મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ, પોલીટેકનીક કોલેજ, નર્સિંગ કોલેજ અને આઇ.ટી.આઇ. સહિતના શ્રેષ્‍ઠ શૈક્ષણિક એકમો આદિવાસી વિસ્‍તારોમાં સ્‍થાપિત કરવા.
  • પરંપરાગત આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ જેવી કોલેજના એકમો અંતરિયાળ તાલુકામાં શરૂ કરવા.
  • ઉત્‍પાદિત ચીજોને યોગ્‍ય બજાર મળે અને પરંપરાગત કૌશલ્‍યને આર્થિક આધાર મળે તે ધ્‍યાને રાખી વિસ્‍તારવાર, પરંપરાગત આર્થિક પ્રવૃતિઓ ઓળની કાઢી, તેનું કલસ્‍ટર બનાવી, સંકલિત આર્થિક વિકાસનો અભિગમ અપનાવવો. તાલુકાદીઠ વર્ષે રૂ. ૧ કરોડની ફાળવણીની નેમ છે.
  • નજીકના વિકસેલા આર્થિક મથકો સાથે અંતરિયાળ વિસ્‍તારનો આદવાસી ભાગીદાર બની શકે તે માટે, આંતરમાળખાકીય સવિધાઓ વિકસાવવી અને રસ ધરાવનારાઓને તેવી પ્રવૃતિઓ સાથે જોડવા.
  • આદિવાસી વિસ્‍તારોમાં પરંપરાગત જે સાધનો છે, તેની ગુણવત્તા વધે અને જે ઉપલબ્‍ધ કાચો માલ છે તેમાં મૂલ્‍ય વૃધ્‍ધિત થાય જેનો સીધો લાભ આદિવાસી સુધી પહોંચે તેવી વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવવી.

સુરક્ષિત માતૃત્‍વ માટે આદિવાસી કુટુંબોને ચિરંજીવી યોજનાનો પુરેપુરો લાભ મળે તે માટે સઘન પ્રયત્‍નો કરવા

  • આદિવાસી કુટુંબોની ગર્ભવતી સ્‍ત્રીઓ, ધાત્રી માતાઓ અને છ વર્ષ સુધીના બાળ શિશુઓને કુપોષણથી નિવારવાની યોજનાઓને વધુ ઘનિષ્‍ટ અને વધુ અસરકારક બનાવાશે.
  • આદિવાસી કુટુંબો માટે દર વર્ષે આરોગ્‍યની ચકાસણી અભિયાન.
  • સીકલસેલ એનીમિયા, લેપ્‍ટોસ્‍પાયરોસીસ જેવા રોગો માટે જાગૃતિ અભિયાન અને રોગ પ્રતિકારક તેમજ ઉપચર માટે ખાસ પ્રકારની વ્‍યવસ્‍થા.
  • આગામી પંચવર્ષીય યોજના દરમ્‍યાન પાંચ વર્ષમાં ઘરવિહોણા તમામ આદિવાસી કુટુંબોને ઘરનું ઘર મળે તેવું આયોજન.
  • આવતા પાંચ વર્ષોમાં તમામ આદિવાસી કુટુંબોને સુરક્ષિત અને સ્‍વચ્‍છ પીવાના પાણીની સગવઙ
  • ઓછામાં ઓછા ૨૫ ટકા કુટુંબોને પાઇપલાઇન દવારા પીવાનું પાણી મળી રહે તેવી વ્‍યવસ્‍થા.
  • જૂથ યોજના ઉપર વિશેષ ભાર મુકવામાં આવશે.
  • ચેકડેમોનું નિર્માણ કરવામાં આવશે
  • વોટરશેડ ઉપર આધારિત જળ સંગ્રહસ્‍થાનનું નિર્માણ કરવામાં આવશે.
  • ગરીબ કુટુંબોને વ્‍યકિતલક્ષી સુવિધાઓ માટે ઓઇલ એન્‍જિન વગેરેની સહાય.
  • ટપક સિંચાઇ પધ્‍ધતિ માટે ધિરાણ અને ટેકનીકલ સુવિધાઓ મળી રહે તે માટે આયોજન.

આદિવાસી વિસ્‍તારોમાં બનતા રસ્‍તાઓની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે

  • હાલના રસ્‍તાની મરામત માટે ખાસ આયોજન.
  • ર૫૦ થી ઓછી વસ્‍તી ધરાવતા તમામ ફળિયાઓનું રસ્‍તાથી જોડાણ કરવામાં આવશે.

ગરીબી રેખાથી નીચે જીવતા તમામ આદિવસી કુટુંબોના ઘરોનું વિના મૂલ્‍યે વીજળીકરણ.

  • બાકીના તમામ પેટા પરાઓનું વીજળીકરણ.
  • અંતરિયાળ અને છુટાછવાયા વિસ્‍તારોમાં વૈકલ્‍પિક તરીકે સૂર્ય ઉર્જાનું આયોજન.
  • ૧૩ આદિવાસી વસ્‍તી ધરાવતા શહેરોનો આર્થિક અને સાંસ્‍કૃતિક કેન્‍દ્ર તરીકે વિકાસ.
  • આગામી પાંચ વર્ષમાં તમામ તાલુકાઓના મુખ્‍ય મથકનું બ્રોડબેન્‍ડથી જોડાણ કરવામાં આવશે.
Also in this Section

Latest Updates